હોમપેજ > ગુજરાતી

PDFUnicode




Wales & West Housing Association (WWHA)

વેલ્સ અને વેસ્ટ રહેણાક મંડળ

સુસ્વાગતમ્!

Wales & West Housing Association (WWHA) માં તમારું સ્વાગત છે. અમારું લક્ષ્ય છે સમગ્ર વેલ્સમાં ઘરો અને સેવાઆ માટે પહેલી પસંદગી બનવું.

રહેણાકની તકો

Wales & West Housing Association ગુણવત્તાસભર ઘરોની બહોળી પસંદગી પૂરી પાડે છે. અમારી પાસે સમગ્ર વેલ્સમાં જુદા જુદા સ્થળોએ 9000 મિલકતો છે.

ઘણા લોકો એમ માને છે કે WWHA ફક્ત બેઘર અને ઘર ખરીદવાનું પરવડતું ન હોય તેવા લોકોને મદદ કરે છે. હકીકત એ છે કે અમે વૃદ્ધ લોકો, કે જેઓ હવે ઘરની માલિકીની ચિંતાથી મુક્ત થવા માગે છે, તેઓથી માંડીને ગીરામાં બંધાઈ જવા ન માગતા હોય તેવા કુટુંબો અને યુવાન લોકોને અમારી મિલકતો ભાડે આપીએ છીએ.

અમારે એ વાતની ખાતરી કરવી છે કે અમારી રહેણાક સેવાઓની જાણ બધાને થાય અને સમુદાયના તમામ વર્ગો તેમનો ઉપયોગ કરે તેની ખાતરી કરવા અમે કટિબદ્ધ છીએ.

ભાડાના આવાસ

  • સામાન્ય આવાસ:
    અમારી પાસે કુટુંબો, યુગલો અને એકલ લોકો માટે યોગ્ય તેવા ફ્લૅટ્સ, બંગલા, મેઝનેટ્સ (નાનકડા ઘરો) અને ઘરો છે. તેમનું કદ 1 બેડરુમ થી 4 બેડરુમ સુધીનું હોય છે, જોકે અમારી પાસે 4 બેડરુમવાળા ઘરો ફક્ત મર્યાદિત સંખ્યામાં છે.
  • રક્ષિત આવાસ:
    અમારી પાસે 60 વર્ષથી વધુ ઉંમરના (અથવા જો તમને તબીબી જરુરિયાત હોય તો 55 વર્ષથી વધુ ઉંમરના) એકલ લોકો અથવા યુગલો માટે બેડસિટ્સ, ફ્લેટસ અને બંગલા છે. આ રીતે વૃદ્ધ લોકો ઇમર્જન્સી એલાર્મ અથવા સ્કીમ મેનેજરના ટેકા સાથે સમુદાયમાં રહીને સ્વાવલંબી જીવન જીવી શકે છે. કેટલીક યોજનાઓમાં સામુદાયિક સુવિધાઓ, જેવી કે સામુદાયિક બેઠક રુમ અથવા લોન્ડ્રી હોય છે.

ઘર માલિકી

  • અમારી પાસે (ઉપરના) રક્ષિત આવાસ જેવો જ આવાસ છે પરંતુ તે ખરીદવાનો હોય છે.

તો હું કેવી રીતે અરજી કરું?

જો તમે WWHA ના રહેવાસી બનીને અમારી મિલકતોમાંની એકમાં રહેવામાં રસ ધરાવતા હો તો ટેલિ.: 0800 052 2526 પર ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરવા વિનંતિ છે.

અમે Language Line ના સભ્ય છીએ, જેનો અર્થ છે કે અમે ટેલિફોન કૉલ્સના ભાષાંતરની વ્યવસ્થા કરી શકીએ છીએ - અમે તેનો ખર્ચ ઉપાડીશું. તમે બીજી કોઇ ભાષામાં માહિતી મેળવવા વિનંતિ કરી શકો છો. યોગ્ય જણાય ત્યાં અમે આ માહિતીનું ભાષાંતર કરવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે, તમે તમારી પહેલી ભાષામાં અરજી પત્રક માટે વિનંતિ કરી શકો છો.

રોજગારની તકો

Wales & West Housing Association સમગ્ર વેલ્સના એવા વિસ્તારોમાં 320 જેટલા કર્મચારીઓને રોજગાર પણ આપે છે કે જયાં અમે સ્ટૉક ધરાવીએ છીએ અને તેનું વ્યવસ્થાપન કરીએ છીએ. અમે સમાન તકો પૂરી પાડનારા નિયોક્તા છીએ અને એવું ઇચ્છીએ છીએ કે સમુદાયના તમામ વર્ગો અમારી નોકરીઓ માટે જરુરી કુશળતાઓ ધરાવતા હોય ત્યારે અમારે ત્યાં અરજી કરવા પ્રોત્સાહિત થાય.


સંપર્ક વિગતો

ટેલિફોન: 0800 052 2526
મિનિકોમ: 0800 052 5205
વેબસાઇટ: www.wwha.net
ઇમેલ: info@wwha.co.uk

Wales and West Housing Association
3 Alexandra Gate
Ffordd Pengam
Tremorfa
Cardiff
CF24 2UD


© કૉપીરાઇટ: Wales & West Housing Association 2006
વેબસાઇટ નિર્મિતિ: Trisoft | સાઇટનો નક્શો


© Copyright Wales & West Housing Association 2006 | Site developed by Trisoft | Site Map